Noor e Hidayat
“નુરે હીદાયત” ઓફીસનાં તાજાં પુસ્તકો
શીઆ વૃત્તાંત – શીઆ મઝહબમાં પડેલા લગભગ સઘળા ફીરકાઓનું પ્રકરણવાર વર્ણન, વોહરાઓ, ખોજાઓ, ઈસ્માઈલીઓ, ઇસનાઅશરીઓ, ઝેદીઓ, કેસાનીઓ તથા ગુલ્લાત ફિરકાઓનું ઘણીજ લંબાણ વિગતો પુરી પાડનારું વર્ણન. કીંમત દોઢ રૂપીઓ.
નુસેરીની હઠીલાઈ – મી. અલી માહમદ જાન મહમદ ચુનારા નામના કહેવાતા ઈસ્માઈલી ખોજાએ નુસેરીની માન્યતા ગ્રહણ કરી તેનો પ્રચાર ખોજાઓ માં કરવા માંડ્યો, તેથી કોમને તેવી ગુમરાહીથી બચાવી લેવા તથા ગુલ્લાતપણા ને અટકાવવાને કુરાને શરીફ, હદીસ, ઉલમાઓ ના કલામો, માકુલ તથા મનકુલથી ભરપુર આ કીતાબ રચી છપાવી છે. નુસેરીની માન્યતાનું પોકળ એવું તો સફાઈથી ખોલી બતાવ્યું છે કે, ગુલ્લાતો પોતાની ભુલો તજવાની અણી ઉપર આવવા લાગ્યા છે. ઘણુંજ ખેંચાણકારક તથા હિદાયત કરનારું પુસ્તક છે. ચાર નકલ ની કીંમત દસ આના.
હકીકતી રણશીંગડું – મી. વીરજી પ્રેમજી પારપીઆએ : ખોજાઓને ગુલ્લાત બનાવવા તથા ઇસ્લામ ને પોચો કરી નાખવાને “કાબા તિમિર ભાસ્કર” નામે પોતાનાજ પગમાં કુહાડી મારનારી ચોપડી છપાવી હતી. અને ડાબી દાબીને પોતાના પંથીઓના એબો છુપાવ્યા હતા, તેનો સજ્જડ જવાબ હજારો દલીલ સાથનો. દળદાર પુસ્તક, પાકું પુઠું, કીંમત માત્ર બાર આના.
હકીકતી આઈનો – મી. વરતેજીના રચેલા દુઆ ના દુશ્મનને ઝટકા નામક ચોપાન્યાનો એવી તો ધરખમ દલીલેથી જવાબ આપવામાં આવ્યો છે અને એવી એવી નવીન બાબતો પ્રકાશમાં આણી છે જે, જોઈ મી. વરતેજી તો દીગમુંઢજ બની ગયા અને આમ તેમ બગલો ઝાંકવા લાગ્યા. ઘણુંજ મજેદાર પુસ્તક છે. કિમત માત્ર બાર આના પોસ્ટેજ એક આનો.
ખોજા ઉતપત્તી – ખોજા કોમની તવારીખ પર અપુર્વ અજવાળું પાડતો રીસાલો જેમાં ખોજા કોમ કેવા કેવા મઝહબી રૂપોમાં બદલાતી આવી છે તે તથા દરખાનાવાળા તથા બાવાઓ ની હકીકત. કીંમત ત્રણ આના, પો. અરધો આનો
ખોજા તવારીખ – ખોજા કોમની ઉત્પત્તીથી લઇ આજદીન સુધીની તવારીખ છે. ખોજા હિન્દુ હતા તેનો ઈતિહાસ, કેવી રીતે કનવર્ટ થયા, થારમિક ખાલીફો અને ઈમામોની હકીકત તથા જુદા જુદા ફિરકા થયાનું બયાન. કીંમત અઢી રૂપીઆ પો. ચાર આના.
ઈમામ કેવો જોઈએ ? – ખરા ઇમામો તથા ખરા પીરોની ઓળખ સાથે બનાવટી ઇમામો તથા બનાવટી પીરોને પીછાણવાની સંખ્યાબંધ દલીલો કુરાને શરીફ, હદીસ તથા અખબારથી આપી, હીદાયતના કામને બહુજ સહેલ કરી આપ્યું છે, અને તે સાથે મી. વરતેજીની એક લનતરાનીનો દન્દાનશીકન જવાબ આપ્યો છે. ખાસ વાંચવા લાયક કીતાબ છે. કીંમત ચાર આના, પો. અરધો આનો
ખોજા વૃતાંત – મારહુમ સચેદીના નાનજીઆણીએ આજથી ૨૮ વર્ષ ઉપર ખોજા વૃતાંત નામે ઘણુંજ ધ્યાન ખેંચનારુંપુસ્તક લખી છપાવ્યું હતું; પણ તે મળી શકતું નહિ, તેથી કોમના જ્ઞાન ભંડોળમાં ઉમેરો કરવાને (માટે) અમોએ બીજી આવૃતિ છપાવી છે. પાકું સોનેરી બાઈન્ડીંગ, ગ્લેઝ કાગળો, ૨૫૦ પૃષ્ટો કીંમત રૂપીઆ દોઢ પો. બે આના.
અલમોતનો ઈતિહાસ – હસન બિન સબ્બાહે ઈરાનના અલમોત કિલ્લામાં સ્થાપેલા રાજ્યની ઉતપત્તિ, તેના હકેમોના જીવન ચરિત્રો, રાજ્યો સાથેની લડાઈ, ફિદાઈઓએ કરેલાં ખુનો, સર માર્કોપોલોના ગ્રંથનો પહાડી ઘરડા પુરુષને લગતા હેવાલનો અંગ્રેજી તરજુમા સાથે ઉતારો તથા ક્રીમેશન લોજનું અજાયબી ઉત્પન કરનારું વર્તન. કીંમત એક રૂપીઓ.
ગુપત પંથકા શુજરા – આ રીસલો પણ ખોજા કોમ તથા તેના ધર્મનો ઉતપત્તી વિશે અપુર્વ અજવાળું પાડે છે. સહદેવ જોશી તથા પીર સદરદીને કેવી કેળવણી કરી ખોજા પંથ બાંધ્યો તથા દસોંદની ઝોળી ઉઘરાવ્યાનું તથા બાવાઓના ઈતિહાસનું બયાન. કીંમત ત્રણ આના, પો. અરધો આનો.
હસન બિન સબ્બાહ – બાતીન્યા મતના એક અડંગ દાઈ તથા અલમોતના શેખુલ જેબાલનું અજીબો ગરીબ જીવન ચરિત્ર. બાતીન્યા મતની ઉતપત્તી, તેના અકાયદો અને તેના શિક્ષણના છુપા ભેદો, ફિદાઈઓના કારસ્તાનો તથા સર માર્કોપોગોના ગ્રંથનો ઉતારો વીગેરે વીગેરે. કીંમત દસ આના, પો. એક આનો
ખોજા સર્વ સંગ્રશ ભાહ ૧, ૨ – ખોજા કોમના સઘળા ફિરકાઓ ને લગતી દરેક આચાર વિચારની હકીકત કોઈ પણ બાબત એવી નથી કે જેનો સમાવેશ આ પુસ્તક માં ના કરવામાં આવ્યો હોય. તેને વાંચવાથીજ તેની ખાત્રી થાય. કીંમત એક એક રૂપીઓ, પો. બે બે આના
આગાખાની ખુદાઈનો જવાબ – પેશાવર વાળા ઇસ્લામ ના વિરોધી પંડિત રાધા કૃષ્ણે “આગાખાની ખુદાઈ” નામે દળદાર કીતાબ ઉરદુમાં છપાવી આગાખાન, આગાખાની મત તથા સાથે સાથે ઇસ્લામ ઉપર બેહુદા હુમલાઓ કરેલા તે સઘળાનો તરજુમા સાથે વિસ્તારથી જવાબ આપી મી. રાધા કૃષ્ણને કાયલ કીધા છે. કીંમત એક રૂપીઓ, પો. ચાર આના
તોહફે ઇસમાઈલીઆ – આગાખાની લેખક મી. હાશમ બોઘા માસ્તરના “ઈસમાઈલી દર્પણ” ના ઇસ્લામથી ઉલટા વિચારોનું ખંડન તથા છુટા પાડનારાઓ પર જે તોહોમતો મુકવામાં આવ્યા છે તેની પોલ ખોલી છુટા પડવાના ખરા કારણો રજુ કર્યા છે. કીંમત આંઠ આના પો. એક આનો.
ખોજા ખુન આરોપ – ખોજાઓ ખાનામાં માણસ મારી તેના લોહિમાં ચોખા પલાળી જેનો પ્રસાદ વહેંચી ખાય છે તેવા આરોપની કપોળ કલ્પિત કલ્પનાઓ બતાવી, તેના જુઠાણાપર સંખ્યાબંદ દલીલો આપવામાં આવી છે, દરેક ખોજા બંધુએ વાંચવા લાયક છે. કીંમત ચાર આના પો. અરધો આનો
આગાખાન કેસનો ફેસલો – મુંબઈના સુન્ની ખોજાઓ અને આગા હસન અલીશાહ વચ્ચે જે કેસ હાઈકોર્ટમાં ચાલ્યો હતો, તેનો સર જોસફ આર્નોલ્ડે આપેલો ફેસલો ખોજા કોમ માટેની ઘણીજ અગત્યની બાબતો પર પ્રકાશ પાડે છે. કીંમત આઠ આના, પો. એક આનો
અસલિયાતે ખોજા નું ખંડન – મી. હાશમ બોઘા માસ્તરે ખોજના અસલ ધર્મ વિષે જે જુઠી હકીકત છપાવી ઇસનાઅશરી આલમને નીચું જોવડાવવા વેતરણ કરેલી, તે ચોપડીનું વિસ્તારથી ખંડન આપવામાં આવ્યું છે. કીંમત આઠ આના, પો. અરધો આનો.
ફીરદોસે બરીં – બાતીન્યા પંથ ના અલમોતના કાવા દાવાના તવારીખ કરસ્તાનોનું રસીક તથા અજીબો ગરીબ નોવેલ કીંમત એક રૂપીઓ પો. બે આના.
ઇસમાઈલીઆ કાઉન્સીલના કાયદા પર રીવ્યુ – જુનાગઢ ના ખોજાઓએ મુસલમાન ધર્મ તથા નીતિ રીતિથી ઉલટા જમાતના ધારા ધારણો છપાવ્યા તેથી થતી હાડમારીઓ તથા પાયમાલીઓ બતાવી એક એક બાબત થી રીવ્યુ લખ્યો છે. કીંમત ચાર આના, પો. અરધો આનો
ઇબરત અફજા – મરહુમ આગા હસન અલીશાહે પોતા પર વિતેલી બાબતનું પોતેજ વર્ણન લખેલું તેનું આ ગુજરાતી ભાષાન્તર છે. ઈરાનમાં તેમનો લાગવગ કેમ વધ્યો અને ઈરાનમાંથી કેવી રીતે નાશી જવાનું થયું અને હિન્દમાં આવતા કેવા કેવા બનાવો બન્યા તેનું વર્ણન છે. કીંમત આઠ આના, પો. એક આનો.
આગા જંગીશાહનો રીસાલો – હાલના આગા સુલતાન મહંમદશાહના સસરા આગા જંગીશાહે ખોજાઓ તથા આગા કુટુંબના ધર્મ પર પ્રકાશ પાડતો રીસાલો છપાવેલો, તેનું આ ગુજરાતી ભાષાન્તર છે. બહુજ માનન કરવા જોગ છે. કીંમત ચાર આના પો. અરધો આનો
ખોજા પંથ દર્પણ ભાગ ૧ થી ૮ – ખોજા કોમનો મુળ ધર્મ કયો તે વિષય પર સેંકડો આધારો આપી સાબીત કરવામાં આવ્યું છે. આવો ગ્રંથ હજુ સુધીમાં એકજ બહાર પડ્યો છે. કીંમત રૂ. ૪ પો. આઠ આના
પચીસ સવાલોના જવાબો – પેશાવરવાળા પંડીત રાધા કૃષ્ણે આગાખાની લોકોને 25 સવાલો પુછેલા, તે રીસાલાનું ભાષાન્તર તથા તે સવાલોના સજ્જડ જવાબો. કીંમત ત્રણ આના, પો. અરધો આનો ખુલ્લી ચીઠ્ઠી નો જવાબ – પેશાવરવાળા આગાખાન મતના વિરોધી મી. રાધા કૃષ્ણે સર આગા સુલતાન મહંમદશાહને ખુલ્લી ચીઠ્ઠી લખી તે છપાવી તેનો જવાબ માંગેલો. મજકુર ચીઠ્ઠીના તરજુમા સાથે તે ચીઠ્ઠીની પોકળતા ખોલી બતાવી સજ્જડ જવાબ આપ્યો છે. કીંમત પાંચ આના, પો. અરધો આનો.
દરૂઝ કોમના અકાયદ – બાતીન્યા પંથના એક અતિ બગડેલા ટોળાં ના અકાયદો મીસર ના ફ્રેન્ચ કોન્સ્યુલેટ ના અરબી પુસ્તકનું ગુજરાતીમાં ભાષાન્તર. કીંમત ત્રણ આના, પો. અરધો આનો.